jump to navigation

૨૫ દિવસ… ૧૦૦ પોસ્ટ ! December 22, 2006

Posted by Mehul Shah in Uncategorized.
1 comment so far

તમને પણ આ અભિયાનમાં જોડાવા આમંત્રણ છે.

પરિચય છે મંદિરમાં દેવોને મારો December 21, 2006

Posted by Mehul Shah in ગઝલ, ગીત, મનહર ઉધાસ.
1 comment so far

મારું ગમતું ગીત.. 

પરિચય છે મંદિરમાં દેવોને મારો,
અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે.
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી,
તમારા પ્રતાપે બધા ઓળખે છે.

સુરાને ખબર છે, પિછાણે છે પ્યાલી,
અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે ;
ન કર ડોળ સાકી, અજાણ્યા થવાનો,
મને તારું સૌ મયકદા ઓળખે છે.

મે લો’યાં છે પાલવમાં ધરતીનાં આંસુ,
કરુણાનાં તોરણ સજાવી રહ્યો છું,
ઊડી ગઇ છે નીંદર ગગન-સર્જકોની,
મને જ્યારથી તારલા ઓળખે છે.

અમે તો સમંદર ઉલેચ્યો છે પ્યારા,
નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે,
મળી છે અમોને જગા મોતીઓમાં,
તમોને ફક્ત બદબુદા ઓળખે છે.

તબીબોને કહી દો કે માથું ન મારે,
દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને,
બહુ સારી પેઠે દવા ઓળખે છે.

દિલે ‘શૂન્ય’ એવા મેં જખ્મો સહ્યા છે,
કે સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો,
છું ધીરજનો મેરુ, ખબર છે વફાને,
દયાનો છું સાગર, ક્ષમા ઓળખે છે.

વર્ષો જવાને જોઇએ ત્યાં.. December 20, 2006

Posted by Mehul Shah in ગઝલ, ગીત.
add a comment

વર્ષો જવાને જોઈએ ત્યાં ક્ષણમાં જઈ ચઢ્યો,
આશ્ચર્ય વચ્ચે એમના આંગણમાં જઈ ચઢ્યો…!

વર્ષોથી સંઘરી.. December 20, 2006

Posted by Mehul Shah in ગઝલ, ગીત.
add a comment

ખુદા,તારી કસોટીની પ્રથા સારી નથી હોતી.. December 20, 2006

Posted by Mehul Shah in ગઝલ, ગીત.
1 comment so far

કલમ તારી એવી ‘બેફામ’
બધાં જ કરે સલામ !

ખુદા, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી;
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી.

ખૂબી તો એ કે ડૂબી જાય તો લઇ જાય છે કાંઠે,
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી.

સિતારા શું કે આવે છે દિવસ રાતોય ગણવાના,
હંમેશાંની જુદાઇની દશા સારી નથી હોતી.

જગતમાં સર્વને કહેતા ફરો નહિ કે દુઆ કરજો,
ઘણાંય એવાંય છે જેની દુઆ સારી નથી હોતી.

નથી અંધકારમય રસ્તો છતાં ખોવાઇ જાયે છે,
સૂરજને પણ સફર માટે દિશા સારી નથી હોતી.

બધાં સુખનો સમય મળતાં ભરે છે દમ ગરૂરીના,
વસંત આવ્યા પછી અહીંયા હવા સારી નથી હોતી.

કબરમાં જઇને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે,
અહીં ‘બેફામ’ કોઇ પણ જગા સારી નથી હોતી.

બરકત વિરાણી ‘બેફામ’

જોતો જ રહ્યો બસ.. December 19, 2006

Posted by Mehul Shah in ગઝલ, ગીત.
1 comment so far

ઓમ નમો અરિહઁતાણમૂ December 19, 2006

Posted by Mehul Shah in પ્રાર્થના, વિદ્યાવિહાર ગીતો, શ્લોક.
Tags: , , , , ,
4 comments

મિત્રો,  સી.એન.માં ગવાતા નવકાર મંત્રનો રાગ સુંદર હતો..જો એ જ રાગમાં કોઇની પાસે ઓડિઓ ફાઇલ હોય તો લિંક મોકલશો… હાલ પુરતું અનુરાધા પૌડવાલનાં અવાજમાં આ મંત્ર…

ઓમ નમો અરિહઁતાણમૂ

ઇશાવસ્યા ઇદમૂ સર્વમ.. December 19, 2006

Posted by Mehul Shah in પ્રાર્થના, ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો, શ્લોક.
Tags: , ,
add a comment

હું નથી પૂછતો.. December 19, 2006

Posted by Mehul Shah in ગઝલ, ગીત.
add a comment

રહેવા દો હવે રોજની.. December 19, 2006

Posted by Mehul Shah in ગઝલ, ગીત.
add a comment